સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમ (21-02-2023)
આજ રોજ તાડવાડીની આંગણવાડી-36 ખાતે સ્તનકેન્સર પર અવેરનેસ પ્રોગ્રામની ગોઠવણી કરવામાં આવી હતી. જેમાં 15 જેટલી આંગણવાડી હેલ્પર તથા વિસ્તારની બહેનોએ હાજરી આપી હતી. જેઓને સ્તનકેન્સર વિશે ઘણી માહિતી આપી હતી જેવી કે સ્તનકેન્સર કેવી રીતે થાય છે?, લક્ષણો શુ છે?, સારવાર શુ છે? વગેરે વિશે માહિતી આપી
આ સમસ્યાઓ સમજવા માટે આ લાભ તેમને અગાઉ ક્યારેય મળ્યો ના હોવાથી સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમ અંગે સૌએ પ્રશંસા કરી હતી તથા તેઓએ આ માહિતી બીજી પાંચ થી દસ બહેનોને પહોચાડવાની ખાતરી આપી હતી. આ માહિતી અન્યને પહોંચાડવાથી કોઈ દર્દીનું પોઝીટીવ નિદાન થાય તો આંગળી ચિંધ્યાના પૂણ્યના તમે અધિકારી બની શકો છો.
દરેક બહેનોને પ્રોત્સાહિત કરવા માટે બ્રેસ્ટ કેન્સર અવેરનેસ બુકલેટનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું.