Ashirvad Foundation

સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમ (14/02/2023)

આજ રોજ આંગણવાડી, હાથીસા, ઓલપાડ ખાતે સ્તનકેન્સર પર અવેરનેસ પ્રોગ્રામની ગોઠવણી કરવામાં આવી હતી. એક જગ્યા પર વધારે મહિલા ભેગી થઈ શકે તેમ ન હોવાથી આંગણવાડી તથા ગામની અંદર એક ઘરમાં એમ બે જગ્યા પર અવેરનેસ પ્રોગ્રામ કર્યો હતો જેમાં 18 જેટલી બહેનોએ હાજરી આપી હતી. જેઓને સ્તનકેન્સર વિશે ઘણી માહિતી આપી હતી જેવી કે સ્તનકેન્સર કેવી રીતે થાય છે?, લક્ષણો શુ છે?, સારવાર શુ છે? વગેરે વિશે માહિતી આપી
આ સમસ્યાઓ સમજવા માટે આ લાભ તેમને અગાઉ ક્યારેય મળ્યો ના હોવાથી સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમ અંગે સૌએ પ્રશંસા કરી હતી તથા તેઓએ આ માહિતી બીજી પાંચ થી દસ બહેનોને પહોચાડવાની ખાતરી આપી હતી. આ માહિતી અન્યને પહોંચાડવાથી કોઈ દર્દીનું પોઝીટીવ નિદાન થાય તો આંગળી ચિંધ્યાના પૂણ્યના તમે અધિકારી બની શકો છો.
દરેક બહેનોને પ્રોત્સાહિત કરવા માટે બ્રેસ્ટ કેન્સર અવેરનેસ બુકલેટનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું.
હાથીસા ગામના સરપંચની મુલાકાત લઇ ગામ પંચાયતમાં ગામની બધી મહિલાઓને ભેગી કરી પ્રોગ્રામ કરવા માટેની પરમિશન લીધી તેઓને પરમિશન આપી પણ છે તો કોઈ એક તારીખ નક્કી કરીને ત્યારે પ્રોગ્રામ કરવામાં આવશે

PHP Code Snippets Powered By : XYZScripts.com